This is a little off-topic here but I got this forward message from a friend who works in a office just like me (9:00 am to 5:00 pm). A very nice thought in a Gujarati poem. For those who knows Gujarati.
દીલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે?
જરાક નજર તો નાખ સામે કબર દેખાય છે.
જરાક નજર તો નાખ સામે કબર દેખાય છે.
ના વહેવાર સચવાય છે ના તહેવાર સચવાય છે,
દિવાળી હોય કે હોળી બધું ઓફીસ માંજ ઉજવાય છે.
આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે,
લગ્ન ની મળે કંકોત્રી ત્યાં શ્રીમંત માં માંડ જવાય છે.
પાંચ આંકડાનાં પગાર છે પણ પોતા માટે પાંચ મીનીટેય ક્યાં વપરાય છે?
સગી પત્નીનો ફોન બે મિનીટ માં કાપીએ પણ બોસ નો ફોને ક્યાં કપાય છે?
ફોન બૂક ભરી છે મિત્રો થી પણ કોઈ ના ઘરે ક્યાં જવાય છે?
હવે તો ઘરનાં પ્રસંગો પણ મેડીકલ લીવ માં ઉજવાય છે.
કોઈ ને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે?
થાકેલા છે બધાય પણ છતાંય ચાલતા જાય છે.
કોઈ ને સામે ખુરશી કે કોઈ ને રૂપીયો દેખાય છે.
તમેજ કહો દોસ્તો શું આને જ જીંદગી કહેવાય છે?
-- એક નોકરિયાત
Plotplots.com is the first website designed in India that is dedicated as a por...
In the age of Radio Mirchis and FMs, I still miss the good old All India Radio's...